net knowledge

ફેસબુક માટેનું આગવું બ્રાઉઝર!

પેલી જૂની હિન્દી ફિલ્મના ડાયલોગની જેમ આ દુનિયામાં બે પ્રકારના લોકો વસે છે ફેસબુકનો ઉપયોગ કરનારા અને ફેસબુક વિશે સાંભળ્યું હોય એવા. ફેસબુકની સાઇટ કહે છે કે છેલ્લા ૩૦ દિવસમાં ફેસબુક પર એક્ટિવ હોય તેવા ૫૦૦ મિલિયન યુઝર્સ છે. બિનસત્તાવાર રીતે, છેલ્લા ૩૦ દિવસમાં નહીં પણ જીવનમાં એક વાર ફેસબુકના ઓટલે જઈને બેઠા હોય એવા લોકોની સંખ્યા તો ૯૦૦ મિલિયન સુધી પહોચી હોવાનું કહેવાય છે, એટલે કે ૯૦ કરોડ એટલે કે એક અબજ કરતાં જરાક જ ઓછા (ભૂલચૂક લેવીદેવી, અખબારોમાં હજારો કરોડનાં કૌભાંડોના સમાચાર વાંચી વાંચીને આંકડાની બાબતમાં મગજ બહેર મારી ગયું છે).
તમે પણ ફેસબુકના એક્ટિવ યુઝર હો તો આજનો લેખ તમારા માટે કામનો છે. અથવા, ફેસબુક વિશે ઘણું બધું સાંભળ્યા પછી છેવટે તમે પણ એમાં ઝંપલાવવા વિશે મન મક્કમ કરી લીધું હોય તો પણ તમારા માટે આજની માહિતી કામની છે.
જેમ ગૂગલે તેની અલગ અલગ સર્વિસીઝને ધ્યાનમાં રાખીને તેને અનુકૂળ એવું ગૂગલ ક્રોમ બ્રાઉઝર બનાવ્યું અને એ અત્યારે મોઝિલા ફાયરફોક્સનું પણ મજબૂત હરીફ ગયું એમ ખાસ ફેસબુકને ધ્યાનમાં રાખીને એક બ્રાઉઝર બનાવવામાં આવ્યું છે રોકમેલ્ટ નામનું આ બ્રાઝઉર ફેસબુક કંપનીએ વિક્સાવ્યું નથી, પણ હવે તેને પણ રોકમેલ્ટમાં રસ પડ્યો છે અને તાજા સમાચાર મુજબ, ફેસબુકે રોકમેલ્ટ સાથે પાર્ટનરશીપ કરી છે. ફેસબુક તેમાં કોઈ રૂપિયા નહીં રોકે, પણ એન્જિનીયર્સનો સમય ફાળવીને રોકમેલ્ટના ડેવલપમેન્ટમાં ઊંડો રસ લેશે!
તમને પણ આ બ્રાઉઝર અજમાવી જોવામાં રસ પડ્યો હોય તો (http://www.rockmelt.com/) પર પહોંચી જાઓ. ડાઉનલોડર સેટઅપ તો અડધા એમબીનું જ છે, પણ તેના પર ક્લિક કરીને રન કરશો એટલે આખું બ્રાઉઝર ડાઉનલોડ થતાં જરા વધુ વાર લાગશે. ફેસબુક અને રોકમેલ્ટ બંનેની પાર્ટનરશીપનાં મૂળિયાં અત્યારે એટલાં ઊંડાં ઊતર્યાં છે કે રોકમેલ્ટ બ્રાઉઝર સેટ અપ પૂરો થતાં જ તે તમને તમારા ફેસબુક એકાઉન્ટથી સાઇનઇન થવા વિનંતી કરશે. તમે સાઇન ઇન થશો એટલે તરત, બીજી સંખ્યાબંધ વિનંતીઓનું લિસ્ટ સામે આવશે રોકમેલ્ટને ફેસબુક પરની તમારી બેઝિક ઇન્ફો એક્સેસ કરવા દેશો? તમને ઇમેઇલ મોકલીએ? તમારી વોલ પર પોસ્ટિંગ કરવા દેશો? વગેરે વગેરે… તમે ઇચ્છો તો ‘ડોન્ટ એલાઉ’નો વિકલ્પ પસંદ કરી શકો છો, પણ તો બ્રાઉઝર ફરી ફેસબુકના એકાઉન્ટથી લોગઇન થવાના ફાયદા તમને સમજાવશે જેમ કે તમે તરફ મિત્રો સાથે ચેટ કરી શકશો, કૂલ એપ્સ ઇન્સ્ટોલ કરી શકશો અને ફેવરિટ સાઇટ્સના ઇન્સ્ટન્ટ અપડેટ્સ મેળવી શકશો… વગેરે વગેરે..
આખરે તો તમે રોકમેલ્ટના ફેસબુક કનેક્શનને કારણે જ આ બ્રાઉઝર ડાઉનલોડ કર્યું છે એટલે એની બધી ‘વિનંતી’ માન્યા વિના છૂટકો જ નથી! તો રોકમેલ્ટ પર ભરોસો રાખીને, ફરી ફેસબુકના એકાઉન્ટથી લોગઇન થાઓ, વિનંતીઓ સ્વીકારો અને આગળ વધો.
હવે તમને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ બાબતો જોવાજાણવા મળશે. એક તો ફેસબુકમાં તમને જે ફ્રેન્ડ્સ રીક્વેસ્ટ, મેસેજ વગેરેનાં નોટિફિકેશન્સ ફેસબુકની અંદર જોવા મળે છે એ અહીં બ્રાઉઝરમાં જ ટોપ પર જોવા મળશે. ફેસબુક ચેટ પણ અહીં બ્રાઉઝરનો એક ભાગ છે. તમારા મિત્રો ઓનલાઇન છે કે નહીં એ તમે જમણી બાજુની કૉલમમાં જાણી શકશો એમના ફોટોગ્રાફ સાથે. બ્રાઉઝર વિન્ડોની ડાબી બાજુ ફેસબુક ઉપરાંત બીજી સર્વિસીઝ જેમ કે ટિ્વટર ઉમેરી શકો છો. પછી, જેના પર ક્લિક કરશો એની ફીડ્ઝ તમને ત્યાં જ ઊભી કૉલમમાં જોવા મળશે (આવી સગવડ ઇન્ડિયન બ્રાઉઝર એપિકમાં પણ છે).
જે તમને તરત જોવા કે જાણવા નહીં મળે એ મજાની વાત એ છે કે રોકમેલ્ટ ફેસબુકના કટ્ટીર હરીફ ગૂગલના ક્રોમ બ્રાઉઝરના પ્લેટફોર્મ પર બનેલું છે (જેમ એપિક ફાયરફોક્સ પર આધારિત છે આ કમાલ ઓપનસોર્સ ટેક્નોલોજીની છે)!
તમે નેટ પર ખરેખર સોશિયલી એકદમ એક્ટિવ હો તો તમને રોકમેલ્ટ ચોક્કસ ગમશે. લૂક એન્ડ ફિલમાં એપિક કરતાં ચોક્કસ ચઢિયાતું બ્રાઉઝર છે. ઇન્ટરફેસ ઇઝી છે અને નેટ પર બીજું કામ કરતાં કરતાં બિલકુલ સરળતાથી તમે મિત્રો સાથે સંપર્કમાં રહી શકો છો. અલબત્ત, નેટ પર ખરેખર બીજું કંઈ કામ કરવું હોય, કોઈ ખલેલ વિના, તો ક્વાયેટ મોડમાં જવાનો વિકલ્પ પણ છે જ!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s