net knowledge

Free Browser Download


એક જમાનામાં બસમાં મુસાફરી કરવી હોય તો ખખડધજ એસ.ટી. બસ સિવાય કોઈ છૂટકો નહોતો. એ જ રીતે, ઇન્ટરનેટ ‘ખોલવા’ હજી ઘણા માને છે કે ડેસ્કટોપ પર જઈ, બ્લૂ રંગના ‘ઈ’ આઇકોન પર ક્લિક કરો એ જ એક ઉપાય. પણ ના, ઇન્ટરનેટ એટલે માત્ર એક્સપ્લોરર નહીં.

ઇન્ટરનેટ સર્ફિંગ કરવા તમારા કોમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર હોવું જરૂરી છે અને દુનિયામાં ઇન્ટરનેટ એક્સ્પ્લોરર ઉપરાંત ફાયરફોક્સ, ઓપેરા, સફારી, ગૂગલ ક્રોમ, મેક્સથોન (જે ખરેખર તો આઇઇ પર જ આધારિત છે) જેવાં બીજાં પણ ઘણાં બ્રાઉઝર છે. એમાં સૌથી આગળ છે મોઝિલા ફાયરફોક્સ. આ છે સાયફર સફર માટેનો અફલાતૂન વૉલ્વો કોચ. મજાનો ફેર એટલો કે સાદી દુનિયામાં એસ.ટી. સહિયારી માલિકીની અને વૉલ્વો કોચ ખાનગી છે, ત્યારે સાયબરજગતમાં આઇઈ ખાનગી માલિકીનું છે અને ફૅન્ટાસ્ટિક ફાયરફોક્સ પર સૌની માલિકી છે, લોકો સાથે મળી એને વિક્સાવે છે અને એ ફ્રી છે!

તો નવું શું છે એમાં? પ્રોગ્રામર માટે તો એ વરદાન છે જ, આપણા જેવા સામાન્ય સર્ફરને દેખીતો ફાયદો ‘ટૅબ્ડ બ્રાઉઝિંગ’નો છે. (આઇઇ-૭માં આ છે, પણ ‘વો’ બાત નહીં) સાદો દાખલો એ કે તમે કોઈ બાબત વિશે ગૂગલમાં સર્ચિંગ કર્યું, ગૂગલે લાંબું લિસ્ટ આપ્યું અને તમે એમાંથી ત્રણ-ચાર લિંક પર ક્લિક કરો તો એ બધી સાઇટ એ જ વિન્ડોમાં અલગ અલગ ટૅબમાં ઓપન થાય. તમે એક સાઇટ જુઓ ત્યારે બીજી સાઇટ્સ આંખવગી રહે. આ રીતે ૮-૯ સાઇટ ખોલ્યા પછી બીજે કામે વળગવાનું થયું, તો ફરી ફાયરફોક્સ ખોલો ત્યારે એ સાઇટ્સ ફરી આપોઆપ ખોલવાનો ઓપ્શન પણ ખરો.

બીજો મોટો ફાયદો ઝડપી સર્ફિંગનો. મેઇલ ટાઇપ કરો ત્યારે સ્પેલચેકિંગ થાય. વાયરસ અને સ્પાયવેર સામે સલામતી વધુ. જુદાં જુદાં સર્ચએન્જિન પણ ઇનબિલ્ટ. ‘આડુંઅવળું’ સર્ચિંગ-સર્ફિંગ કર્યું હોય તો એક-બે ક્લિકથી તમામ પ્રાઇવેટ ડેટા ભૂંસવાની સવલત પણ ખરી (ઘણાને આ સૌથી વધુ ગમશે!).

સૌથી મસ્ત ફાયદો છે એડ-ઓન્સનો. તમે ડિક્સનરી કે મ્યુઝિક પ્લેયર કન્ટ્રોલર જેવાં ‘રમકડાં’ બ્રાઉઝરમાં એડ કરી શકો. વૉલ્વો કોચમાં કોમન ડીવીડી પ્લેયર ઉપરાંત, તમારી સીટ પર રેડિયોનો હેડફોન પણ મૂકવા જેવી કંઇક વાત થઈ!

ગુજરાતી બ્લોગ્સમાં ફાયરફોક્સ વિશેના લેખ વાંચો અહીં

ગૂગલ ક્રોમ બ્રાઉઝર વિશે વધુ જાણો લેખમાં

ફાયરફોક્સ બ્રાઉઝરનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો અહીંથી

ગુજરાતી ફાયરફોક્સ ડાઉનલોડ કરી શકાશે અહીંથી

ઓપેરા બ્રાઉઝર ડાઉનલોડ કરો અહીંથી

મેક્સથોન બ્રાઉઝર ડાઉનલોડ કરો અહીંથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s